Posts

Showing posts from February, 2024

Gpsc model eassy

 નીચે આપેલ મુદ્દા પર ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ ૩૦૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. “વૈશ્વિક સ્તરે ભારતની નેતૃત્ત્વકર્તાની ભૂમિકા” “વૈશ્વિક સ્તરે ભારતની નેતૃત્ત્વકર્તાની ભૂમિકા” આઝાદી સમયે ભારતનું અર્થતંત્ર ૨.૭ લાખ કરોડ હતું અને ગરીબી તથા ભૂખમરીથી ગ્રસ્ત હતું. આજે આઝાદીના ૭૫ વર્ષ બાદ અમૃતકાળમાં ભારતનું અર્થતંત્ર લગભગ ૩.૫ ટ્રિલીયન અમેરિકન ડોલર છે.  ભારત આજે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે. ભારત સૌથી મોટું ગ્રાહક બજાર ધરાવે છે. સૌથી મોટી મિલેટરી ધરાવે છે. ત્યારે વૈશ્વિક પરિવર્તનોમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. વર્તમાનમાં વિશ્વ ફલક પર અનેક પરિવર્તનો નજરે પડી રહ્યા છે. જેમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધોએ તૃતીય વિશ્વયુદ્ધની સંભાવનાઓને મજબૂત બનાવી છે.  ચીન અને જાપાનની અર્થવ્યવસ્થાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે. ખાલીસ્તાનોએ પોતાનું માથું ફરી ઊંચું કર્યું છે. જળવાયુ પરિવર્તન એક ગંભીર સમસ્યા બનીને ઉભર્યું છે. વિશ્વમાં ખાદ્ય વસ્તુની અછત છે.  ફુડ, ફયુલ, ફર્ટિલાઈઝરની અછત જોવા મળી રહી છે. સેમીકંડકટર ચિપ, લિથિયમ જેવ...